બી.આર.ટી.ઓ. પ્રક્રિયાના ૮ કલાક પહેલા કંઈ પણ ખાવું કે પીવું જોઈએ નહિ. રોજ – બરોજ જે દવાઓ લેતા હોઈએ તે પાણીના નાના ઘુંટડા સાથે લઈ લેવી જોઈએ.
પ્રક્રિયા પુરી થયા પછી એક દિવસ હોસ્પિટલમાં ગાળવો જરૂરી છે. જેનાથી દર્દીની રીકવરી ખુબજ સારી થતી હોય છે. પ્રક્રિયા કર્યા બાદ એક મહિના પછી સીટી સ્કેન કરીને જોવામાં આવે છે કે પ્રક્રિયા કેટલી સફળ રહી છે.
દર્દીને કયારેક પ્રક્રિયા બાદ થોડા ઉબકા, ઉલ્ટી અને સામાન્ય દુખાવો થાય છે. આ પ્રકારની પ્રક્રિયા પછી શરીર જે પ્રક્રિયા માંથી પસાર થાય છે તેનો સામાન્ય ભાગ છે. ભાગ્યેજ કોઈ કિસ્સાઓમાં, ગેસ્ટ્રીક વેરાઈસીસ માં લોહીનો અવરોધ થવાથી લીવર પર દબાણ ઘટવાને બદલે વધે છે.
You should not eat or drink 8 hours before the procedure. You may take your routine medicine the morning of your procedure with small sips of water.
You will stay overnight in order to make sure you have a good recovery. You will have a follow-up CT scan 1 month after the procedure.
You may have mild nausea, vomiting, and pain. This is a normal part of the process the body goes through after this type of procedure. In rare cases, the blockage of blood to the gastric varices can further increase the pressure on the liver.