તે કેરોટેડ (મગજની ધમણી) અને કેવરનેસ સાયનસ (આંખો પાછળની વાસ્કયુલર સ્પેસ) વચ્ચે અસામાન્ય જોડાણ છે. સૌથી સામાન્ય (૭૦ ટકા) કારણ એ મૂળભૂત ખોપડીના ફેકચર થયેલ આઘાત છે. જેના પરિણામે કેવરનેસ સાયનસમાં ઈન્ટરનલ કેરોટીડ આર્ટરી ફાટી જાય છે. અન્ય કારણ ઈન્ટરનલ કેરોટીડ આર્ટરીનું ઈન્યુરીઝમ (મોરલી) કેવરનેસ સાયનસ ફાટી જવું છે.
સી.સી.એફ. બે પ્રકારના હોય છે.
૧. ડાયરેકટ સી.સી.એફ. ઈન્ટરનલ કેરોટીડ ધમણી ૮યહબ૯ ના કેવરનસ ભાગ અને કેવરનસ સાયનસ વચ્ચે સીધુ જોડાણ છે. આ પ્રકારના ફીસ્યુલા માં સાધારણ રીતે આર્ટરીયલ બ્લડ ફલો ધમણીની એક દિવાલ ફાટવાને કારણે થતો હોય છે.
ર. ઈનડાયરેકટ સી.સી.એફ. માં કેવરનસ સાયનસ અને ઈન્ટરનલ કેરોટીડ ધમણીની નાની શાખાઓ વચ્ચે જોડાણ પ્રસ્થાપિત હોય છે. આવા ભગંદરમાં આર્ટરીયલ બ્લડ ફલોનો રેટ ખુબજ ઓછો હોય છે. આ પ્રકારના ભગંદર આપોઆપ અથવા એથેરોસ્કલેરીઓસીસ, બ્લડ પ્રેશરની બિમારી, કોલેજન વાસ્કયુલર ડીસીસ, ગર્ભાવસ્થા અથવા પ્રસૂતિબાદ જોવા મળે છે.
જો ભગંદરની સારવાર ન કરવામાં આવે તો આંખમાં તકલીફો વધતી જાય છે જેમાં
સારવાર કેરોટીડ કેવરનસ સાયનસ ફીસ્ટયુલા એમ્બોલાઈઝેશન છે. આ પ્રક્રિયામાં પગની ધમણી અથવા નસ દ્વારા કેથેટર કેવરનેસ સાયનસ સુધી મુકવામાં આવે છે અને ફીસ્ટયુલાની જગ્યા બંધ કરવામાં આવે છે. બલુન કોઈલ અથવા લીકવીડ એમ્બોલીક એજન્ટ (મેડિકલ ગુંદર) તે ફીસ્ટયુલા બંધ કરવામાં મદદ કરી શકે. પરિણામો ખુબજ સંતોષકારક હોય છે. આ સારવાર પછી ધીમે ધીમે આંખની લાલાશ, આંખના પોપચાનો સોજો અને આંખનું બહાર આવી જવું તથા બમણી દ્વષ્ટિ સરખા થવા લાગે છે.
It is an abnormal communication between carotid (brain) artery and cavernous sinus (vascular space behind eyes). The most common (70%) cause is trauma from a basal skull fracture resulting in tear in the internal carotid artery (ICA) within the cavernous sinus. Other cause is rupture of internal carotid artery aneurysm into cavernous sinus.
There are two types of cavernous sinus.
Progressive eye complications if the fistula is left untreated include:
Treatment is Carotid cavernous sinus fistula embolization. In this procedure through a leg artery or vein a catheter is placed within the cavernous sinus and the sinus compartment harbouring the fistula is occluded. Occlusion may be done with balloon, coils or liquid embolic agent or a combination of them.
Outcome is mostly satisfactory with gradual resolution of eye lid edema, redness and bulging of eye ball, double vision.