ઈન્ટ્રાક્રેનીયલ સ્ટીનોસીસ એ મગજની રકતવાહિનીઓને સાંકળી કરે છે. મોટાભાગે સંકોચન થવું એથેરોસ્લેરોટીક (ધમણની દિવાલ પર કેલ્શિયમ જામવું) ના કારણે થતું હોય છે. કયારેક રકતવાહિનીઓમાં ચરબી અને અન્ય પદાર્થોનો સંચય થાય છે. જયારે ચરબી અથવા કેલ્શિયમ પૂરતી માત્રામાં લોહીનું ગઠન થાય છે અને રકતવાહિની બંધ / સાંકડી થઈ જાય છે. જેના કારણે દર્દીને પક્ષઘાત થાય છે.
ઈન્ટ્રાક્રેનીયલ સ્ટેન્ટની ભલામણ ફકત તે લોકોમાં કરવામાં આવે છે જે પક્ષઘાત ના લક્ષણો અનુભવે છે અને તેની સાથે સાથે ગંભીર ઈન્ટ્રાક્રેનીયલ સ્ટીનોસીસ (ધમણનું સંકોચન) ૭૦ ટકાથી વધારે હોય અથવા સાદી તબીબી સારવારથી કોઈ ફાયદો થતો ન હોય.
એન્જીયોગ્રાફી હેઠળ પગની ધમણીમાંથી કેથેટર નાખવામાં આવે છે (કાપકુપ વગર) અને તકલીફ વાળી જગ્યાએ કેથેટર પહોંચાડવામાં આવે છે. રોગગ્રસ્ત ધમણીમાં પહોંચ્યા બાદ માર્ગ બનાવીને ત્યાં સ્ટેન્ટ બેસાડવામાં આવે છે. સ્ટેન્ટ મુકયા પછી કેથેટર કાઢી લેવામાં આવે છે અને મગજની અંદરની ધમણીઓમાં લોહીનું પરિભ્રમણ પુનઃ પ્રસ્થાપિત થાય છે. મગજની અંદરની ધમણીઓ ખુબજ નાની હોય છે અને ઘણા બધા વળાંક હોય છે જેથી કેથેટર સાથે રોગગ્રસ્ત ધમણીમાં પહોંચવું થોડું મુશ્કેલ હોય છે જેના કારણે ઈન્ટ્રાક્રેનીયલ સ્ટેન્ટીંગ પ્લેસમેન્ટ માટે ખુબજ કુશળતા અને વિશિષ્ટ સાધનોની જરૂર હોય છે.
સ્ટેન્ટ એક કાયમી ઈમ્પ્લાન્ટ તરીકે કાર્ય કરે છે. જે આ અવરોધિત ધમણીઓને ખોલે છે લોહીને પૂરતા પ્રમાણમાં મગજમાં વહેતું કરે છે. એન્જીયોપ્લાસ્ટી (બ્લોક પહોળી કરવાની પ્રક્રિયા) સ્ટેનટ મૂકવાની સાથે ઈન્ટ્રાક્રેનીયલ સ્ટીનોસીસ ધરાવતા કેટલાક દર્દીઓ માટે પક્ષઘાતની યોગ્ય સારવાર અથવા સ્ટ્રોક નિવારણ વિકલ્પ હોઈ શકે છે.
લક્ષણોવાળા ઈન્ટ્રાક્રેનીયલ સ્ટીનોસીસ વાળા દર્દીઓમાં સ્ટ્રોકનું જોખમ એક દમ ઘટી જાય છે.
ઈન્ટ્રાક્રેનીયલ સ્ટ્રોકનું નાનું પણ ચોકકસ જોખમ છે.
ડબલ એન્ટી પ્લેટલેટ દવાઓ સામાન્ય રીતે લોહીની ગાંઠનું નિર્માણ અટકાવવા માં મદદ માટે સૂચવવામાં આવે છે. મોટાભાગે વપરાતી બે દવાઓ એસ્પીરીન / કલોપીડોગ્રેલ છે.
હા, એકસ રે, સીટી સ્કેન કરી શકાય છે. હાલના ઉપલબ્ધ સ્ટેન્ટ બધીજ પ્રકારના એમ.આર.આઈ. (૩ ટેસ્લા સુધી) માટે સુસંગત હોય છે.
Intracranial stenosis is narrowing of brain blood vessels. Most often, the narrowing is due to atherosclerosis, and a buildup of fat and other substances (plaques) in the blood vessels. When enough plaques build up or a blood clot develops, the artery can become blocked leading to stroke.
Intracranial stent placement is recommended only for those experiencing symptoms of stroke along with severe intracranial stenosis (>70%) that has not been benefitted by medical treatment.
Under angiography, a catheter is inserted from leg artery and then threaded upto brain artery depending on the location of the problem. The stent is then tracked upto the disease site and then deployed. As it is positioned, it expands to conform to the inside contours of the artery wall. After placement, the catheter is removed and the stent stays in place.
The arteries inside the brain are very small and make a lot of twists and turns, so they're somewhat difficult to navigate with a catheter. Because of this, intracranial stent placement requires expertise and specialised equipment.
Stents act as a permanent implant that opens these blocked arteries, allowing improved blood to flow to the brain. Angioplasty (a procedure to widen blockages) along with placement of a stent may be an appropriate stroke treatment or stroke prevention option for some patients with intracranial stenosis.
Potential to reduce the risk of stroke in patients with symptomatic intracranial stenosis.
There is small but definite risk of intraprocedural stroke.
Double anti-platelet drug therapy is typically prescribed to help prevent the formation of blood clots. The two drugs most often used are aspirin and clopidogrel.
Yes, X-Ray’s and CT scans can be done. Currently available Stents are typically MRI-compatible (3T).