પ્રીઓપરેટીવ ટયુમર એમ્બોલાઈઝેશન
પ્રીઓપરેટીવ ટયુમર એમ્બોલાઈઝેશન એટલે મગજના કેન્સર જેમકે એન્જીયોફાઈબ્રોમા, ગ્લોમસ ટયુમર, કેરોટીડ બોડી ટયુમર અને મેનીન્જયોમા માં ઘણી વખત ઓપરેશન પહેલા ઈન્ટરવેન્શન પ્રોસીજર કરવી પડે છે. ઉદ્વેશ્યો જે ધમણી આવી ગાંઠોને લોહી પુરુ પાડતી હોય છે તેને ઈન્ટરવેન્શન પ્રક્રિયા દ્વારા બંધ કરવામાં આવે છે. આ એમ્બોલાઈઝેશન સર્જરીના ર૪ થી ૭ર કલાક પહેલા કરવું પડતું હોય છે. પ્રીઓપરેટીવ ટયુમર એમ્બોલાઈઝેશન ના ફાયદા ઓપરેશન દરમિયાન લોહી વહેવાની અને લોહી ચડાવવાની શકયતાઓ ઘટી જાય છે. ઓપરેશન દરમિયાન જો હેમરેજ થાય તો સર્જન ને ગાંઠ ઓછી દેખાય છે જેથી ઓપરેશન નો ટાઈમ વધે છે, ઓપરેશન દરમિયાન ગૂંચવણો ઉભી થવાની શકયતાઓ વધે છે. ઓપરેશન બાદ લોહીના ગઠ્ઠા જામી જાય છે અને સાજા થવામાં પણ સમય લાગે છે.
બલુન ઓકલુઝન ટેસ્ટ
બલુન ઓકલુઝન ટેસ્ટ એ ખોપડીના ટયુમર એન્યુરીઝમ (મોરલી) અને ફ્રેકચરને કારણે એવી પરિસ્થિતિ ઉભી થાય જેમાં ઈન્ટરનલ કેરોટીડ આર્ટરીને જતી કરવી પડે ત્યારે કરવામાં આવે છે. બલુન ઓકલુઝન ટેસ્ટમાં આઈ.સી.એ.ને એક વખત બંધ કરી અને તે બાજુના મગજને લોહી પુરું મળી રહયું છે કે નહિ (નેચરલ બાયપાસ વડે) આ પ્રક્રિયા દરમિયાન દર્દીની દેખરેખ ચાલતી રહે છે અને કોઈપણ જાતની ઈજા થતી નથી..