ડી.એસ.એ.
ડી. એસ. એ. ૮મકબ૯ શું છે ?
- ડી.એસ.એ. મગજનું ડીજીટલ સબટ્રેકશન અન્જીયોગ્રાફી (ડી.એસ.એ.) એક નિદાન પ્રક્રિયા છે જે મગજ અને ગરદન ની રકતવાહિનીઓ ની છબી (ઈમેજીસ) પુરી પાડે છે.
ડી. એસ. એ. કેવી રીતે કરવામાં આવે છે ?
- મગજમાં રહેલી રકતવાહિનીઓની તપાસ માટે સેરીબ્રલ એન્જીયોગ્રાફી કેથેટર (એક નાનકડી નળી), એકસ રે ઈમેજીંગ ના માર્ગદર્શન વડે કોન્ટ્રાસ્ટ સામગ્રીના ઉપયોગ સાથે કરવામાં આવે છે.
- આ પ્રક્રિયામાં પગ અથવા હાથની ધમણી માંથી કેથેટર (પાતળી નળી) નાખવામાં આવે છે અને ગરદન અથવા માથા સુધી કેથેટર લઈ જવામાં આવે છે.
- જયારે કેથેટર યોગ્ય જગ્યાએ હોઈ ત્યારે કોન્ટ્રાસ્ટ / ડાઈ ઈન્જેકટ કરવામાં આવે છે. આ સમયે સેરેબ્રલ એન્જીયોગ્રામ (એકસ રે) રકતવાહિનીની છબી / ઈમેજ ઉત્પન્ન કરે છે. રકત પ્રવાહની ગતિશીલતા અને મગજના પરિભ્રમણનું મૂલ્યાંકન આપે છે.
પ્રોસીજર પછી કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે ?
- પ્રોસીજર (પ્રક્રિયા) પછી જે જગ્યાએ થી કેથેટર નાખવામાં આવ્યું હોય જે જગ્યા પર દબાણ બનાવવામાં આવે છે. જેથી રકતસ્ત્રાવ ન થાય.અંગની સ્થિરતા માટે હલન ચલન ન કરવાની સલાહ આપવામાં આવે છે (ઈમ્મોબીલાઈઝેશન).
ડી.એસ.એ. કેવી પરિસ્થિતીઓમાં કરવામાં આવે છે ?
- (ઈન્ડીકેશન) એન્યુરીઝમ : રકતવાહિની ની મોરલી ફાટી ગઈ હોય અથવા જોવા મળે ત્યારે કરવામાં આવે છે. ઘણી વખત રકતવાહિની ની મોરલી (એન્યુરીઝમ) જો ફાટી જાય તો મગજમાં હેમરેજ (સબએરેકનોઈડ હેમરેજ – એસ.એ.એચ.)થઈ જાય છે.
- એ.વી. માર્લ્ફોમેશન (ધમણી અને શીરાનું અસામાન્ય જોડાણ) : જયારે ધમણી અને શીરાનું અસામાન્ય જોડાણ થઈ જાય એવી પરિસ્થિતિને એ.વી.એમ. એટલેકે આર્ટીયોવીનસ માર્લ્ફોમેશન કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જો લોહીનો સ્ત્રાવ મગજમાં (હેમરેજ) થયું હોય અથવા ન થયું હોય તો પણ ડીજીટલ સબટ્રેકશન અન્જીયોગ્રાફી (ડી.એસ.એ.) કરવું જરૂરી છે.
- સ્ટ્રોક : સ્ટ્રોક એટલે કે પક્ષઘાત. મગજના પક્ષઘાત માટે અથવા ટ્રાન્ઝીયન્ટ સ્ટ્રોક એટલે ક્ષણિક આવેલા પક્ષઘાત માટે ડી.એસ.એ. કરવામાં આવે છે.
Cerebral Digital Subtraction Angiography (DSA)
What is DSA?
- A cerebral digital subtraction angiography (DSA) is a diagnostic procedure that provides images of blood vessels of the brain and neck.
How is DSA done?
- Cerebral angiography uses a catheter (thin tube), x-ray imaging guidance and an injection of contrast material to examine blood vessels in the brain.
- In this procedure, a catheter is inserted from leg or forearm artery and a catheter is inserted all the way upto neck or head.
- When the catheter is in correct position contrast material (dye) is injected. At this point, cerebral angiogram generate image of the blood vessel and give assessment of flow dynamics and cerebral circulation.
Post Procedure Care
- Post procedure compression &/or immobilization of the limb is required.
Common indication of DSA
- Aneurysm: whether unruptured or ruptured presenting with Subarachnoid haemorrhage (SAH).
- Arteriovenous malformation: whether unruptured or ruptured presenting with intracranial haemorrhage (ICH).
- Stroke: Acute stroke or transient ischemic stroke (Minor stroke).